રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતું જ ભૂરાશ છે સ્વચ્છ આકાશની, તેં જ દીધી તરસ વિસ્તરીને
ચાંદની રાતનો સોમરસ તું જ છે, તું જ પિવડાવ પ્યાલા ભરીને
તું જ મલયાનિલોમાં વહીને મને મત્ત રાખે મહક પાથરીને
દૂરથી દે નહીં દાવ સંબંધના, શ્વાસમાં આવ શ્વાસો ભરીને
તું જ દર્પણ નગરમાં બધાને છળે દૃશ્ય અદૃશ્ય ચહેરા ધરીને
આજ દૃષ્ટિને ઇચ્છા અસલ રૂપની, આંખડી મીઠી કર નીતરીને
એક વેળા તને ઓળખીને પછી કોઈ પણ ભય નથી ભૂલવાનો
હર સમય, હર સ્થળે છદ્મવેશે મળે, જાઉં ક્યાં હું તને વિસ્મરીને
તું જ છે નાદ, ઉન્માદ પણ તું જ છે, વાદ-વિવાદ છોડી ગઝલ થા
શબ્દના તેજમાં, ભાવના ભેજમાં, સ્હેજમાં ઢળ હવે અક્ષરીને
tun ja bhurash chhe swachchh akashni, ten ja didhi taras wistrine
chandni ratno somras tun ja chhe, tun ja piwDaw pyala bharine
tun ja malyaniloman wahine mane matt rakhe mahak pathrine
durthi de nahin daw sambandhna, shwasman aaw shwaso bharine
tun ja darpan nagarman badhane chhale drishya adrishya chahera dharine
aj drishtine ichchha asal rupni, ankhDi mithi kar nitrine
ek wela tane olkhine pachhi koi pan bhay nathi bhulwano
har samay, har sthle chhadmweshe male, jaun kyan hun tane wismrine
tun ja chhe nad, unmad pan tun ja chhe, wad wiwad chhoDi gajhal tha
shabdna tejman, bhawna bhejman, shejman Dhal hwe akshrine

સ્રોત
- પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 10)
- સર્જક : જવાહર બક્ષી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
- વર્ષ : 1999