Tu Bhale Mane, Mane Chhodi, Kashu Khoti Nathi - Ghazals | RekhtaGujarati

તું ભલે માને, મને છોડી, કશું ખોતી નથી

Tu Bhale Mane, Mane Chhodi, Kashu Khoti Nathi

ચિનુ મોદી ચિનુ મોદી
તું ભલે માને, મને છોડી, કશું ખોતી નથી
ચિનુ મોદી

તું ભલે માને, મને છોડી, કશું ખોતી નથી

વૃક્ષ કાપ્યાની ક્ષણે ડાળી કદી રોતી નથી.

આંસુઓનાં રંગબેરંગી ધનુષ્યો થાય છે

૫ણ, જનારાની નજર એવું કશું જોતી નથી.

દોષ મારા જોઈને તું પણ ભલે પડતી અલગ

ચાંદની અંધારને ક્યારેય તે ધોતી નથી.

ક્ષણોની માવજત કરવી ઘણી અઘરી પડે

જે ક્ષણે હું હોઉં છું ને તું કશે હોતી નથી.

હદ કરે છે તુંય તે 'ઇર્શાદ' મરજીવો બની

પ્રેમ પારાવારમાં એક્કેયે તે મોતી નથી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ