—to dost, hwe sambhlaw gajhal, bahu ekalwayun lage chhe - Ghazals | RekhtaGujarati

—તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે

—to dost, hwe sambhlaw gajhal, bahu ekalwayun lage chhe

હેમેન શાહ હેમેન શાહ
—તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે
હેમેન શાહ

—તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ, બહુ એકલવાયું લાગે છે,

લે, મૂક, હથેળીમાં મખમલ, બહુ એકલવાયું લાગે છે.

શાયદ મારો ભુક્કો થાશે કે ઢાંચામાં જકડાઈ જઈશ,

શું થાશે કહેવું સરલ, બહુ એકલવાયું લાગે છે.

કૂવો બેઠો આતુરતાથી, વરસી ના એકે પનિહારી,

સંકોચાતું મરજાદી જલ બહુ એકલવાયું લાગે છે.

ઉનાળો લઈને ખોબામાં જંગલ જંગલ ભટક્યા કરવું,

બે આંખો ત્યાં ભાળી શીતલ, બહુ એકલવાયું લાગે છે.

ખખડાવે ખુલાસાના રસ્તા, શંકાના ભીડેલા દરવાજા,

સોંસરવો છે કોલાહલ, બહુ એકલવાયું લાગે છે.

સ્રોત

  • પુસ્તક : તો દોસ્ત, હવે સંભળાવ ગઝલ... (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : હેમેન શાહ
  • પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની
  • વર્ષ : 2003