થપાટો અહીંથી પણે લઈ ગઈ
thapaato ahinthii pane laii gaii
નીરવ વ્યાસ
Nirav Vyas

થપાટો અહીંથી પણે લઈ ગઈ,
છતાં છેવટે તટ કને લઈ ગઈ.
સતત એક સમડીને જોયા કરી,
પછી એ જ સમડી મને લઈ ગઈ.
જગા એક-બે ના જવાયું છતાં,
મને જિંદગી તું ઘણે લઈ ગઈ!
બની એક ઘટના કે ડમરી ઉઠી,
તણખલું ઉડાવી, -અને લઈ ગઈ.
મને ભીંતચિત્રોનું ઘેલું હતું,
ગઝલ!, તું મને બારણે લઈ ગઈ.



સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ