tewna dariya to lilachham bharya chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ટેવના દરિયા તો લીલાછમ ભર્યા છે

tewna dariya to lilachham bharya chhe

શ્યામ સાધુ શ્યામ સાધુ
ટેવના દરિયા તો લીલાછમ ભર્યા છે
શ્યામ સાધુ

ટેવના દરિયા તો લીલાછમ ભર્યા છે,

તોય કારણનાં હરણ તરસે મર્યાં છે.

અહીં અજાણ્યા શખ્સ જેવી કામનાઓ,

ત્યાં પ્રતીતિનાં નર્યાં ધુમ્મસ તર્યાં છે.

- સાવ ધીમે ચાલનારો કાચબો છું

પણ સમયના સ્પર્શને સૂરજ કર્યા છે.

શ્વાસ બદલે અર્થને ઓઢું પરંતુ,

ઘર ઉપર શબ્દો નથી, નળિયાં ભર્યાં છે!

કાં કિરમજી શહેરમાં ભૂલા પડ્યા છો,

કાં પરિચયના દીવા તાજા ઠર્યા છે.

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2