ten vichaaryun kaankari raakhii hatii - Ghazals | RekhtaGujarati

તેં વિચાર્યું કાંકરી રાખી હતી

ten vichaaryun kaankari raakhii hatii

રાકેશ હાંસલિયા રાકેશ હાંસલિયા
તેં વિચાર્યું કાંકરી રાખી હતી
રાકેશ હાંસલિયા

તેં વિચાર્યું કાંકરી રાખી હતી,

મુઠ્ઠીમાં મેં પાંદડી રાખી હતી.

ઓરડા આખાને મહેકાવી ગઈ,

મેં તો ખાલી છાબડી રાખી હતી!

એક ચકલી સાનમાં સમજી ગઈ!

હોઠ પર મેં આંગળી રાખી હતી.

એક હાથે તે દીધો ફુગ્ગો મને,

બીજા હાથે ટાંકણી રાખી હતી.

લાકડી સમજી સદા તે અવગણી,

મેં તો પાસે વાંસળી રાખી હતી.

થઈ ગયો પર્યાય ગુજરાનનો,

દૂધ પીવા ગાવડી રાખી હતી.

તારલા મળવા તને આવ્યા હતા,

ક્યાં તે ખુલ્લી ઝાંપલી રાખી હતી?

સ્રોત

  • પુસ્તક : તારું શિખર તને મળી જશે (પૃષ્ઠ ક્રમાંક 124)
  • સર્જક : રાકેશ હાંસલિયા
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2025