
તેજમાં, તત્ત્વમાં, ક્યાં કશે બાદ છે?
ધ્યાનમાં આવતી એમની યાદ છે.
ધ્રાંગધૂ ધ્રાંગધૂ ભીતરે વાગતું,
ઈશ્વરી સ્નેહનો એ જ તો નાદ છે.
આગ, આકાશ, જળ, ભૂમિ ને વાયુમાં,
સૃષ્ટિનાં તત્ત્વમાં ક્યાંય વિખવાદ છે?
આંખને ખોલું કે મીંચી દર્શન કરું,
આશિષે ભીંજવે એ જ વરસાદ છે.
શબ્દની પાલખીની હવે શી જરૂર?
શાંતિમાં, મૌનમાં એક સંવાદ છે.
tejman, tattwman, kyan kashe baad chhe?
dhyanman awati emni yaad chhe
dhrangdhu dhrangdhu bhitre wagatun,
ishwri snehno e ja to nad chhe
ag, akash, jal, bhumi ne wayuman,
srishtinan tattwman kyanya wikhwad chhe?
ankhne kholun ke minchi darshan karun,
ashishe bhinjwe e ja warsad chhe
shabdni palkhini hwe shi jarur?
shantiman, maunman ek sanwad chhe
tejman, tattwman, kyan kashe baad chhe?
dhyanman awati emni yaad chhe
dhrangdhu dhrangdhu bhitre wagatun,
ishwri snehno e ja to nad chhe
ag, akash, jal, bhumi ne wayuman,
srishtinan tattwman kyanya wikhwad chhe?
ankhne kholun ke minchi darshan karun,
ashishe bhinjwe e ja warsad chhe
shabdni palkhini hwe shi jarur?
shantiman, maunman ek sanwad chhe



સ્રોત
- પુસ્તક : કવિતા : નવેમ્બર - ડિસેમ્બર ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 30)
- સંપાદક : રમેશ પુરોહિત
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન