તારું તો ફકત થોડુંઘણું પીઠબળ હતું
Taru to fakt thodughanu pithbal hatu
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
તારું તો ફકત થોડુંઘણું પીઠબળ હતું
Taru to fakt thodughanu pithbal hatu
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
ખલીલ ધનતેજવી
Khalil Dhantejvi
તારું તો ફકત થોડુંઘણું પીઠબળ હતું,
મારી તમામ છાતી ઉપર પાયદળ હતું.
હત્યા કે આત્મહત્યા, અકસ્માત, માંદગી,
મૃત્યુને હાથવેંતમાં કારણ સબળ હતું.
જીવનમાં તારો સાથ મળ્યો જ્યાં સુઘી મને,
આ આયખામાં એટલું જીવન સફળ હતું.
કાલે બપોરે છાંયડા હાંફી ગયા હતા,
તડકે મૂકેલ આખું નગર કળ-વિકળ હતું.
એની ખલીલ! આંખ તો પરખાઈ ગઈ હતી,
ભીતર હજી અજાણ્યું હતું, મન અકળ હતું.
સ્રોત
- પુસ્તક : સાદગી (પૃષ્ઠ ક્રમાંક 33)
- સર્જક : ખલિલ ધનતેજવી
- પ્રકાશક : વિશાલ પબ્લિકેશન્સ, મુંબઈ
- વર્ષ : 2000
