tamne malya pachhi - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તમને મળ્યા પછી

tamne malya pachhi

પુરુરાજ જોષી પુરુરાજ જોષી
તમને મળ્યા પછી
પુરુરાજ જોષી

બદલાઈ બહુ ગયો છું હું, તમને મળ્યા પછી,

મારો મટી ગયો છું હું, તમને મળ્યા પછી.

પથ્થર હતો હું તેથી તો નિંદા થતી હતી,

ઈશ્વર બની ગયો છું હું, તમને મળ્યા પછી.

મારું હતું શું નામ મને કોઈ તો કહો -

પણ ભૂલી ગયો છું હું, તમને મળ્યા પછી.

તમને મળ્યા પછી મેં, મુજ શ્વાસને સૂંઘ્યા,

સૌરભ બની ગયો છું હું, તમને મળ્યા પછી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 330)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007