tame kyanna kyan jaine bethan chho aaje? - Ghazals | RekhtaGujarati

તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?

tame kyanna kyan jaine bethan chho aaje?

વિવેક ટેલર વિવેક ટેલર
તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?
વિવેક ટેલર

ક્યાં કારણોથી ને કોના પ્રતાપે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?

કહો, કોણ કોના હિસાબો તપાસે? તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?

હતો મૂળનો ને રહ્યો મૂળમાં હું, સમય પર તમે ચાલ સમજ્યાં સમયની,

બની ફળ મજાના ઊંચી કોઈ ડાળે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?

હતી શ્વાસમાં જે દિશાઓ, હવાઓ અને સાથે રહેવાની વણખાઘી કસમો,

હું છું છાતીના તૂટ્યા પ્રવાસે, તમે ક્યાંનાં ક્યાં જઈને બેઠાં છો આજે?

કદી એક રાવણ, કદી કંસ એક હતા પૂરતા તમને અવતારવાને,

અમે આજે લાખો-હજારો વચાળે, તમે ક્યાંનાં ક્યાં બેઠાં છો આજે?

વિરહ, ઝંખના, યાદ, દુઃખ સઘળું, ટાઢું, ક્યાં ફેફસાંમાંથી હું આગ કાઢું

પવન જોઈએ જે અગનને જીવાડે, તમે ક્યાંના ક્યાં જઈને બેઠાં છો આજે?

સમય, શબ્દ ને અર્થની બહાર આવી, બધી ઇચ્છા ત્યાગી ને હોવું વટાવી,

ઊભો છું સીમાપારના મુકામે, તમે ક્યાંનાં ક્યાં જઈને બેઠાં છો આજે?

સ્રોત

  • પુસ્તક : શબ્દો છે શ્વાસ મારા (પૃષ્ઠ ક્રમાંક 13)
  • સર્જક : વિવેક મનહર ટેલર
  • પ્રકાશક : સ્વયમ્ પ્રકાશન
  • વર્ષ : 2011