કળી કહો તો નથી કળીમાં, સુમન કહો તો નથી સુમનમાં,
વસી રહ્યો છું ચમન મહીં પણ સમાસ મારો નથી ચમનમાં.
અરણ્યમાં એ જઈ વસે કે હવે વસે એ કોઈ ચમનમાં,
ન વાત છેડો હવે જીવનની મને નથી રસ જરી જીવનમાં.
અમસ્તાં અશ્રુ કદાપિ હોતાં નથી તમારાં કમલનયનમાં,
તમોને મારા કસમ, કહો શો વિચાર આવી ગયો’તો મનમાં?
સિતમ ગુજારો ખુશીથી, કિંતુ સિતમની રીતે સિતમ ગુજારો,
દયાના દંભો શું કામ નાહક કરી રહ્યા છો હવે દમનમાં?
કંઈક એવી રીતે તમારી અલકલટોમાં હૃદય ભમે છે,
રમે છે જાણે અબુધ બાળક સરપની સાથે સરપના વનમાં.
જીવન લૂંટાવી દુઃખી ન થા, દિલ! હશે, થયું ના થયું થશે ના,
જીવન ભૂલોની પરંપરા છે, થયા કરે છે ભૂલો જીવનમાં.
ભરીસભામાં પુનર્મિલનનું વચન દીધા વિણ રહી શક્યાં ના,
ગયાં પરંતુ જતાં-જતાં એ નયન પરોવી ગયાં નયનમાં.
પડ્યો છું ત્યારે પ્રકાશ પેઠે પ્રકાશ અર્પી પડ્યો છું 'રૂસ્વા'
પડ્યો છું કિંતુયે પોત મારું નથી ગુમાવ્યું કદી પતનમાં.
kali kaho to nathi kaliman, suman kaho to nathi sumanman,
wasi rahyo chhun chaman mahin pan samas maro nathi chamanman
aranyman e jai wase ke hwe wase e koi chamanman,
na wat chheDo hwe jiwanni mane nathi ras jari jiwanman
amastan ashru kadapi hotan nathi tamaran kamalanayanman,
tamone mara kasam, kaho sho wichar aawi gayo’to manman?
sitam gujaro khushithi, kintu sitamni rite sitam gujaro,
dayana dambho shun kaam nahak kari rahya chho hwe damanman?
kanik ewi rite tamari alakaltoman hriday bhame chhe,
rame chhe jane abudh balak sarapni sathe sarapna wanman
jiwan luntawi dukhi na tha, dil! hashe, thayun na thayun thashe na,
jiwan bhuloni parampara chhe, thaya kare chhe bhulo jiwanman
bharisbhaman punarmilananun wachan didha win rahi shakyan na,
gayan parantu jatan jatan e nayan parowi gayan nayanman
paDyo chhun tyare parkash pethe parkash arpi paDyo chhun ruswa
paDyo chhun kintuye pot marun nathi gumawyun kadi patanman

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 209)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4