રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોભારે થયેલા શ્વાસ હવામાં ઉછાળીએ
આંખોમાં ભરીએ આભ તણખલાંઓ ચાવીએ.
ખળખળ વહી જતી પળો કાલે ન પણ મળે
થઈએ ભીના ફરીથી ફરીથી સૂકાઈયે.
ઊગતા સૂરજનો રંગ છે અત્યારે હાથમાં
મુઠ્ઠી ભરી ભરી બધે તડકો ઉડાવીએ.
વાતાવરણમાં ઘુમ્મસી ભીનાશ ઓસની
ટીપાંઓ એકઠાં કરી દૃશ્યો તરાવીએ.
આંગળીઓ એકમેકની ગણીએ ધીમે ધીમે
અંતર ક્ષિતિજ સુધી હજી પગલાંથી માપીએ.
bhare thayela shwas hawaman uchhaliye
ankhoman bhariye aabh tanakhlano chawiye
khalkhal wahi jati palo kale na pan male
thaiye bhina pharithi pharithi sukaiye
ugta surajno rang chhe atyare hathman
muththi bhari bhari badhe taDko uDawiye
watawaranman ghummsi bhinash osni
tipano ekthan kari drishyo tarawiye
anglio ekmekni ganiye dhime dhime
antar kshitij sudhi haji paglanthi mapiye
bhare thayela shwas hawaman uchhaliye
ankhoman bhariye aabh tanakhlano chawiye
khalkhal wahi jati palo kale na pan male
thaiye bhina pharithi pharithi sukaiye
ugta surajno rang chhe atyare hathman
muththi bhari bhari badhe taDko uDawiye
watawaranman ghummsi bhinash osni
tipano ekthan kari drishyo tarawiye
anglio ekmekni ganiye dhime dhime
antar kshitij sudhi haji paglanthi mapiye
સ્રોત
- પુસ્તક : અણસાર (પૃષ્ઠ ક્રમાંક 1)
- સર્જક : હેમંત ધોરડા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1988