તબીબો પાસેથી હું નીકળ્યો દિલની દવા લઈને.
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવાં લઈને.
ગમી પણ જાય છે ચહેરા કોઈ, તો એમ લાગે છે-
પધાર્યાં છો તમે ખુદ રૂપ જાણે જૂજવાં લઈને.
તરસને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહીં તો હું નીકળી જાત રણથી ઝાંઝવાં લઈને.
સફરના તાપમાં માથા ઉપર એનો જ છાંયો છે,
હું નીકળ્યો છું નજરમાં મારાં ઘરનાં નેજવાં લઈને.
બધાનાં બંધ ઘરનાં દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલાં ટેરવાં લઈને.
કરું છું વ્યક્ત એ માટે જ એને ગાઈ ગાઈને,
ગળે આવી ગયો છું હું અનુભવ અવનવા લઈને.
હું રજકણથી ય હલકો છું તો પર્વતથીય ભારે છું,
મને ના તોળશો લોકો, તમારાં ત્રાજવાં લઈને.
સુખી જનની પડે દૃષ્ટિ તો એ ઈર્ષા કરે મારી,
હું આવ્યો છું ઘણાં એવાં દુઃખો પણ આગવાં લઈને.
ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા બેફામ,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.
tabibo pasethi hun nikalyo dilni dawa laine
jagat same ja ubhelun hatun dardo nawan laine
gami pan jay chhe chahera koi, to em lage chhe
padharyan chho tame khud roop jane jujwan laine
tarasne karne nahoti rahi takat charnoman,
nahin to hun nikli jat ranthi jhanjhwan laine
sapharna tapman matha upar eno ja chhanyo chhe,
hun nikalyo chhun najarman maran gharnan nejwan laine
badhanan bandh gharnan dwar khakhDawi pharyo pachho,
ane e pan takorathi tutelan terwan laine
karun chhun wyakt e mate ja ene gai gaine,
gale aawi gayo chhun hun anubhaw awanwa laine
hun rajakanthi ya halko chhun to parwatthiy bhare chhun,
mane na tolsho loko, tamaran trajwan laine
sukhi janani paDe drishti to e irsha kare mari,
hun aawyo chhun ghanan ewan dukho pan agwan laine
phakt ethi mein mara shwas atkawi didha bepham,
nathi jannatman jawun mare duniyani hawa laine

સ્રોત
- પુસ્તક : પ્યાસ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
- પ્રકાશક : સુમન પ્રકાશન
- વર્ષ : 1994
- આવૃત્તિ : 3