taarii maaphak kyaan kadii modhun maradto jaay chhe - Ghazals | RekhtaGujarati

તારી માફક ક્યાં કદી મોઢું મરડતો જાય છે

taarii maaphak kyaan kadii modhun maradto jaay chhe

ગેબી લુવારવી ગેબી લુવારવી
તારી માફક ક્યાં કદી મોઢું મરડતો જાય છે
ગેબી લુવારવી

તારી માફક ક્યાં કદી મોઢું મરડતો જાય છે,

ચાંદ અરધો હોય કે આખો, ચમકતો જાય છે.

ડૂબવાની વાતમાં દમ છે જો ફાવે ડૂબતાં,

કેમ મોતી પામશે, જે માત્ર તરતો જાય છે.

ચાર પૈસા શું કમાયો જિંદગીમાં એક જણ,

માર્ગમાં ત્યારથી ખૂબ અકડતો જાય છે.

તો કહેતો જા મને, કારણ શું છે તકલીફનું?

કોણ જાણે કેમ સામેથી બબડતો જાય છે.

તારી પાસે હોય જો ઉત્તર તો આપી દે મને,

જગતમાં કોણ એવો છે જે જીવતો જાય છે?

મૂળ તો છે પાણી પણ વાંધો હશે કંઈ ભાવથી,

કોઈ થીજી જાય છે, કોઈ પીગળતો જાય છે.

એવું ઘેલું લાગ્યું છે એને સુધારા બાબતે,

કે વધુ પડતો હવે ‘ગેબી’ સુધરતો જાય છે.

સ્રોત

  • પુસ્તક : વાત જુદી છે (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : ગેબી લુવારવી
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2026