suryni chhoDi aash - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સૂર્યની છોડી આશ...

suryni chhoDi aash

રવીન્દ્ર પારેખ રવીન્દ્ર પારેખ
સૂર્યની છોડી આશ...
રવીન્દ્ર પારેખ

સૂર્યની થોડી આશ, કર દીવો,

ઘરમાં તો કામ આવે, ઘર દીવો.

દ્વાર ખૂલતાં પ્રકાશ ફેલાતો,

એમ લાગે કરે સફર દીવો.

રોશની થાય દૂર જળ પર તો,

તારી આપે મને ખબર દીવો.

તું ભલે માળિયે ચડાવી દે,

ત્યાંય દેખાડશે અસર દીવો.

કોઈ જોનાર હો એને તો,

હોય કાયમ લઘરવઘર દીવો.

તું અગર આંસુઓ પૂરે એમાં,

તો સળગશે રાતભર દીવો.

યાદ જો ઘાસ જેવી સૂકી હો,

તો નથી રાખતો કસર દીવો.

જ્યોત ઝાંખી થાય તો શું થાય?

જો બળ્યો હોય ઉમ્રભર દીવો.

દુઃખ થતે ના, પવનમાં હોલાતે,

પણ બુઝાયો હવા વગર દીવો.

(તા. ૬-૦૬-ર૦૦૪)

સ્રોત

  • પુસ્તક : આ તરફ કે તે તરફ (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : સાહિત્ય સંકુલ
  • વર્ષ : 2016