barakhDi wataw pachhi ek mukam chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બારાખડી વટાવ પછી એક મુકામ છે

barakhDi wataw pachhi ek mukam chhe

અદમ ટંકારવી અદમ ટંકારવી
બારાખડી વટાવ પછી એક મુકામ છે
અદમ ટંકારવી

બારાખડી વટાવ પછી એક મુકામ છે

ભાષાભવનને પાર ફકીરોનું ધામ છે

તમને અડ્યો ને ટેરવું ઝળહળ થઈ ગયું

નાની-શી ઘટનાનું હવે સૂર્ય નામ છે

એના વિચાર એની લગન એની ચાકરી

લઈદઈને આપણે તો હવે કામ છે

ઘર શૂન્ય ગામ શૂન્ય ને પીનકોડ શૂન્ય શૂન્ય

દીવાનગીનું તો ક્યાં કશું નામઠામ છે

તોબા કરી તો એનું પરિણામ જોઈ લ્યો

છે દિલ હવે સુરાહી અને આંખ જામ છે

સ્મશાનવત્ બજારો કબરવત્ ઘરો અદમ

લાગે છે કોઈ સંત વિનાનું ગામ છે

સ્રોત

  • પુસ્તક : અદમ ટંકારવીની ગઝલોની ચોપડી (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સર્જક : અદમ ટંકારવી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 1997