રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતારા જ નામના આ સૂરજનું ઊગવું,
શું કામનું નકામા સૂરજનું ઊગવું?
બળતાં ઘરોથી ઝળહળે જ્યાં રાતનું તમસ-
છે વ્યર્થ એ જગામાં સૂરજનું ઊગવું!
કેવું હશે બતાવો? કેવું હશે કહો??
સપનામાં આંધળાના સૂરજનું ઊગવું.
રાતોનું એક ટોળું નીકળ્યું છે શોધવા –
ધુવડના પોપચામાં સૂરજનું ઊગવું!
દિલ્હીની રોશનીમાં ભૂલું પડી ગયું –
આ દેશની પ્રજાના સૂરજનું ઊગવું.
પૂરી દીધું છે ‘કાયમ’ એના ગયા પછી –
યાદોના ઓરડામાં સૂરજનું ઊગવું.
tara ja namna aa surajanun ugawun,
shun kamanun nakama surajanun ugwun?
baltan gharothi jhalahle jyan ratanun tamas
chhe wyarth e jagaman surajanun ugwun!
kewun hashe batawo? kewun hashe kaho??
sapnaman andhlana surajanun ugawun
ratonun ek tolun nikalyun chhe shodhwa –
dhuwaDna popchaman surajanun ugwun!
dilhini roshniman bhulun paDi gayun –
a deshni prjana surajanun ugawun
puri didhun chhe ‘kayam’ ena gaya pachhi –
yadona orDaman surajanun ugawun
tara ja namna aa surajanun ugawun,
shun kamanun nakama surajanun ugwun?
baltan gharothi jhalahle jyan ratanun tamas
chhe wyarth e jagaman surajanun ugwun!
kewun hashe batawo? kewun hashe kaho??
sapnaman andhlana surajanun ugawun
ratonun ek tolun nikalyun chhe shodhwa –
dhuwaDna popchaman surajanun ugwun!
dilhini roshniman bhulun paDi gayun –
a deshni prjana surajanun ugawun
puri didhun chhe ‘kayam’ ena gaya pachhi –
yadona orDaman surajanun ugawun
સ્રોત
- પુસ્તક : આદમ ઈવનું પહેલું ચુંબન (પૃષ્ઠ ક્રમાંક 32)
- સર્જક : ‘કાયમ’ હઝારી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 1994