nadine malya pachhi 2 - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નદીને મળ્યા પછી-2

nadine malya pachhi 2

હર્ષદ ચંદારાણા હર્ષદ ચંદારાણા
નદીને મળ્યા પછી-2
હર્ષદ ચંદારાણા

ઝંકાર ક્યાં ઢબૂરો? નદીને મળ્યા પછી

લ્હેરાયા સાત સૂરો, નદીને મળ્યા પછી

સાતે વહી શકતો, ખેંચાય છે સતત

કાંઠો ધ્રૂજે છે પૂરો, નદીને મળ્યા પછી

વમળો ઉપર વમળો, કંપન લહર લહર

સાગર થયો અધૂરો, નદીને મળ્યા પછી

ઊતરી ગયો છે તળિયે સાગરમાં સોંસરો

સૂરજ ડૂબ્યો અસૂરો, નદીને મળ્યા પછી

તૃપ્તિ અને તરસની વચ્ચે રહ્યો સદા

ચાંદો ખીલ્યો છે પૂરો, નદીને મળ્યા પછી

સ્રોત

  • પુસ્તક : નદીને મળ્યા પછી (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 1995