રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોજીવ્યાનું જોયાનું હસવું થઈ તુટયાનું પાર્સલ કરી દો મુકામ પોસ્ટ માણસ
ભીંત ને પડછાયા સારા સૂરજ ઊગ્યાનું લખી દો મુકામ પોસ્ટ માણસ
રસ્તાઓ નિયમિત પગોને છૂંદે છે પગલાંને ડંખે છે લાલ-પીળાં સિગ્નલ
ખોટા સરનામે એ ઘરમાંથી નીકળ્યાનું નોટ પેડ ભરી દો મુકામ પોસ્ટ માણસ
બારીને ઠપકો ને હીંચકાને હડદોલો ઝાંખી છબિને દિલાસાની આશા છે
મારી એકલતાઓ આવીને લઈ જાશે આટલું ખરીદો મુકામ પોસ્ટ માણસ
ઘર નંબર અથવાને પીનકોડી અફવાને તાલુકે તરફડવું જિલ્લે જખ્મી પુરા
કાળા ખડક નીચે સૂતેલા શ્વાસોને ચૂંટી ખણી દો મુકામ પોસ્ટ માણસ
કૅન્સરથી પીડાતા શબ્દોને સારું છે કવિતાનાં ખંડેરે ક્યારેક જઈ બેસે છે
મરિયમની ભ્રમણાએ ઠેકાણું બદલ્યું ટપાલીને કહી દો મુકામ પોસ્ટ માણસ
jiwyanun joyanun hasawun thai tutyanun parsal kari do mukam post manas
bheent ne paDchhaya sara suraj ugyanun lakhi do mukam post manas
rastao niymit pagone chhunde chhe paglanne Dankhe chhe lal pilan signal
khota sarname e gharmanthi nikalyanun not peD bhari do mukam post manas
barine thapko ne hinchkane haDdolo jhankhi chhabine dilasani aasha chhe
mari ekaltao awine lai jashe atalun kharido mukam post manas
ghar nambar athwane pinkoDi aphwane taluke taraphaDawun jille jakhmi pura
kala khaDak niche sutela shwasone chunti khani do mukam post manas
kensarthi piData shabdone sarun chhe kawitanan khanDere kyarek jai bese chhe
mariyamni bhrmnaye thekanun badalyun tapaline kahi do mukam post manas

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 231)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004