રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆવ, પ્યાલીમાં ઓગળી ગઈ છે
આજ, પ્યાલીમાં ઓગળી ગઈ છે
આપણે સાથે જીવતા તે ક્ષણો
ક્યાંક પ્યાલીમાં ઓગળી ગઈ છે
પ્યાલીમાં બિંબ તારું જોઈ અને
આંખ પ્યાલીમાં ઓગળી ગઈ છે
એક સુરજને ભૂલવા માટે
રાત પ્યાલીમાં ઓગળી ગઈ છે
પ્યાલી સુધી મને જે લાવી તે
વાત પ્યાલીમાં ઓગળી ગઈ છે
aaw, pyaliman ogli gai chhe
aj, pyaliman ogli gai chhe
apne sathe jiwta te kshno
kyank pyaliman ogli gai chhe
pyaliman bimb tarun joi ane
ankh pyaliman ogli gai chhe
ek surajne bhulwa mate
raat pyaliman ogli gai chhe
pyali sudhi mane je lawi te
wat pyaliman ogli gai chhe
aaw, pyaliman ogli gai chhe
aj, pyaliman ogli gai chhe
apne sathe jiwta te kshno
kyank pyaliman ogli gai chhe
pyaliman bimb tarun joi ane
ankh pyaliman ogli gai chhe
ek surajne bhulwa mate
raat pyaliman ogli gai chhe
pyali sudhi mane je lawi te
wat pyaliman ogli gai chhe
સ્રોત
- પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 31)
- સંપાદક : હર્ષદ ચંદારાણા
- પ્રકાશક : રૂપાલી પબ્લીકેશન
- વર્ષ : 1983