સુલભ ક્યાં છે, રહીને દૂર ઉત્કંઠા વધારી છે
sulabh kyan chhe, rahiine duur utkanthaa vadhaarii chhe
નીરવ વ્યાસ
Nirav Vyas
સુલભ ક્યાં છે, રહીને દૂર ઉત્કંઠા વધારી છે
sulabh kyan chhe, rahiine duur utkanthaa vadhaarii chhe
નીરવ વ્યાસ
Nirav Vyas
નીરવ વ્યાસ
Nirav Vyas
સુલભ ક્યાં છે, રહીને દૂર ઉત્કંઠા વધારી છે;
તરસની તીવ્રતાએ તત્ત્વની શોભા વધારી છે.
હવે બારીની પાસે હેર-પિન, બિંદી અરીસા પર,
તેં આવીને ખરેખર મારી આ દુનિયા વધારી છે.
દિવસમાં ચાર વેળા હાલ પૂછી લે છે એ મારા;
પરણતા-વેંત દીકરીએ જુઓ પરવા વધારી છે.
કશું કહેવાને ઊભો થઉં અગર તો સાંભળે છે સૌ;
ગઝલ; તેં અવતરીને 'વ્યાસ'ની ત્રિજિયા વધારી છે.
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ