prathamthi ja riwaj chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રથમથી જ રિવાજ છે

prathamthi ja riwaj chhe

જલન માતરી જલન માતરી
પ્રથમથી જ રિવાજ છે
જલન માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો છે,

સુખ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.

હું જો અનુકરણ કરું તો કરું કે શું?

અહીંયા મરી જવાનો પ્રથમથી રિવાજ છે.

અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,

વહેમ છે તો વહેમનો તો ક્યાં ઈલાજ છે?

દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,

ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.

ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,

મસ્જિદમાં આખ ‘જલન'ની નમાઝ છે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 392)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004