phool kera sparshthi pan dil hwe gabhray chhe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે

phool kera sparshthi pan dil hwe gabhray chhe

સૈફ પાલનપુરી સૈફ પાલનપુરી
ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે
સૈફ પાલનપુરી

ફૂલ કેરા સ્પર્શથી પણ દિલ હવે ગભરાય છે,

એને રૂઝાયેલાં જખ્મો યાદ આવી જાય છે.

કેટલો નજદીક છે દૂરનો સંબંધ પણ,

હું હસું છું એકલો એકલા શરમાય છે.

કોઈ જીવનમાં મરેલાં માનવીને પૂછજો,

એક મૃત્યુ કેટલાં મૃત્યુ નભાવી જાય છે.

પ્યાસ સાચી હોય તો મૃગજળને શરમાવું પડે,

હોય જો પીનાર તો ખુદ ઝાંઝવાં છલકાય છે.

વિરહની રાત છે તારીખનું પાનું નથી,

અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે.

એક પ્રાણાલિકા નભાવું છું લખું છું ‘સૈફ’ હું,

બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે.

સ્રોત

  • પુસ્તક : ઝરૂખો (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : સૈફ પાલનપુરી
  • પ્રકાશક : સુમન પ્રકાશનસુમન પ્રકાશન
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : 3