lagnino aa labacho kyan jai padhrawwo? - Ghazals | RekhtaGujarati

લાગણીનો આ લબાચો ક્યાં જઈ પધરાવવો?

lagnino aa labacho kyan jai padhrawwo?

ચિનુ મોદી ચિનુ મોદી
લાગણીનો આ લબાચો ક્યાં જઈ પધરાવવો?
ચિનુ મોદી

લાગણીનો લબાચો ક્યાં જઈ પધરાવવો?

ખૂબ અઘરો છે હવે દરિયો ફરી છલકાવવો.

શ્વાસના આવાસ વચ્ચે ક્યાંય ઝળહળતો નથી

દીવાને ક્ષણે કેવી રીતે બુઝાવવો?

ચ્હેરો જોઈએ છે અરીસાને હવે

અરીસાને હવે કેવી રીતે સમજાવવો?

તું અહીં આવે આવે, અનવરત આવતી

વંશવેલો યાદનો કેવી રીતે અટકાવવો?

છે સ્મરણનો દેશ એમાં આંસુ નામે છે નગર

સરનામે હવે ‘ઇર્શાદ’નો ખત લાવવો.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 75)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012