bhinte chaDhi chhe - Ghazals | RekhtaGujarati

ભીંતે ચઢી છે

bhinte chaDhi chhe

ભગવતીકુમાર શર્મા ભગવતીકુમાર શર્મા
ભીંતે ચઢી છે
ભગવતીકુમાર શર્મા

ઉદાસી સૂરજની આંખે ચઢી છે,

તમારા વિના સાંજ ડૂસકે ચઢી છે.

મને ઉંબરે એકલો છોડી દઈને,

હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચઢી છે.

તમે નામ મારું લખ્યું'તું કદી જ્યાં,

મધુમાલતી ભીંતે ચઢી છે.

જરા ગણગણી લઉં તમારી સભામાં,

ભુલાયેલ પંક્તિઓ હોઠે ચડી છે.

સ્રોત

  • પુસ્તક : શબ્દનું સાત ભવનું લેણું છે (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : રવીન્દ્ર પારેખ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2009