rakhine - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિચારોમાં સતત તારા સ્મરણની આગ રાખીને,

જીવું છું હું પ્રિયે તારો અલગ વિભાગ રાખીને.

હજી રાખો છો દૂરી કેટલી, સાબિત કર્યું આપે

મને દીધી વસંત, પણ પાનખરનો ભાગ રાખીને!

હવા શોધી રહી છે ક્યારની શિકારને એના,

તમે ના આવતાં અહીં હાથમાં ચિરાગ રાખીને.

મને મારી રીતે કો’ આપવા દેતું નથી અહીંયાં,

ફરું છું હુંય મારામાં નહિતર ત્યાગ રાખીને.

હવે તો હું, ને ચન્દ્રમા બંને છીએ સરખા,

સફેદ પહેરણ મને આપ્યું છે કાળો ડાઘ રાખીને!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન 2014 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : કિશોરસિંહ સોલંકી
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2017