શ્વેત ધુમાડા સમું કૈં દુર્ગ પરથી નીકળે
Shwet Dhumada Samu Kai Durg Par thi Nikale
નયન હ. દેસાઈ
Nayan H. Desai
શ્વેત ધુમાડા સમું કૈં દુર્ગ પરથી નીકળે
Shwet Dhumada Samu Kai Durg Par thi Nikale
નયન હ. દેસાઈ
Nayan H. Desai
નયન હ. દેસાઈ
Nayan H. Desai
શ્વેત ધુમાડા સમું કૈં દુર્ગ પરથી નીકળે,
એક પડછાયો મને ઓઢી નગરથી નીકળે.
હું જ મારું નામ સરનામું નહિ આપી શકું,
ને ટપાલી આંખ લૂછતો મારા ઘરથી નીકળે.
હું ઝરૂખે નેજવું ધ્રૂજતું મૂકી પાછો ફરું,
સાંજ જેવું કૈંક ધુમ્મસના શિખરથી નીકળે.
કોઈ પડઘો કોઈ પડછાયો કશુ કૈંયે નહિ,
માણસો તો નોકરી ધંધાના ડરથી નીકળે.
આપણી અંદર ઊંડે સુધી ભરાયેલો સમય,
આપણાથી ના ભલે કિન્તુ અવરથી નીકળે.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 19)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
