shunytano ras doryo ne lakhyun ke ‘tun nathi’ - Ghazals | RekhtaGujarati

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’

shunytano ras doryo ne lakhyun ke ‘tun nathi’

મિલિન્દ ગઢવી મિલિન્દ ગઢવી
શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’
મિલિન્દ ગઢવી

શૂન્યતાનો રાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’,

ભીંતનો અટ્ટહાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.

એક ગમતી સાંજ ચાખ્યે કેટલાં વર્ષો થયાં,

આંખનો ઉપવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.

સાવ નિર્જન કોઈ ટાપુ છે હૃદયની મધ્યમાં,

ત્યાં કારાવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.

પાંગર્યું છે ઊર્મિલાનું મૌન મારી ભીતરે,

જાતનો વનવાસ દોર્યો ને લખ્યું કે ‘તું નથી’.

સ્રોત

  • પુસ્તક : રાઈજાઈ (પૃષ્ઠ ક્રમાંક 45)
  • સર્જક : મિલિન્દ ગઢવી
  • પ્રકાશક : અકિલા ઇન્ડિયા પબ્લિકેશન્સ
  • વર્ષ : 2019