રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસીમ, શેઢો, મોર, ટહુકો ને પછી શું શું ગયું?
ઘર, ગલી, સરિયામ રસ્તો ને પછી શું શું ગયું?
ટેરવે થીજી ગયેલી છે પળો કૈં બર્ફ થૈ–
તાપ, સગડી, સૂર્ય, તડકો ને પછી શું શું ગયું?
તરફડે છે એક પીંછું જોઈને આ આભને;
ઝાડ, જંગલ, પાંખ, માળો ને પછી શું શું ગયું?
પ્રેત જેવી શૂન્યતા ધૂણે હવે ખંડેરમાં–
શબ્દ, અર્થો, મૌન, પડઘો ને પછી શું શું ગયું?
આટલામાં ક્યાંક મારા દિવસો વસતા હતા–
તોરણો, છત, બારી, પરદો ને પછી શું શું ગયું?
seem, sheDho, mor, tahuko ne pachhi shun shun gayun?
ghar, gali, sariyam rasto ne pachhi shun shun gayun?
terwe thiji gayeli chhe palo kain barph thai–
tap, sagDi, surya, taDko ne pachhi shun shun gayun?
taraphDe chhe ek pinchhun joine aa abhne;
jhaD, jangal, pankh, malo ne pachhi shun shun gayun?
pret jewi shunyata dhune hwe khanDerman–
shabd, artho, maun, paDgho ne pachhi shun shun gayun?
atlaman kyank mara diwso wasta hata–
torno, chhat, bari, pardo ne pachhi shun shun gayun?

સ્રોત
- પુસ્તક : હસ્તરેખા (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : આહમદ મકરાણી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1994