premini aturta - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પ્રેમીની આતુરતા

premini aturta

ડાહ્યાભાઈ દેરાસરી ડાહ્યાભાઈ દેરાસરી
પ્રેમીની આતુરતા
ડાહ્યાભાઈ દેરાસરી

ઉડીને, યાર! આવી જા! લબોથી લબ મિલાવી જા!

મિંચીને નેન આતુર થઈ, લગાવી ધૂન ત્હારામાં;

ચહું ક્યારે પરી ભેટે? ચમક દિલમાં જગાવી જા!

અમીરી રાહને છોડી, ફકીરી, યાર! જોડી મે;

ધર્યું બ્હાનું, મિઠી! ત્હારું, પલક તેને નિભાવી જા!

બની મસ્તાન બેકેદી, ગજાવું જગત ગાનોથી,

લગિર નેનોથી રસની તું, રૂડી રેલો ચલાવી જા!

તલસ્તો રોજ, વ્હાલી! રહું, તડફતો હાય કરતો હું!

થવું શુ ક્રૂર ત્હારે કેહ, દરસ પળ તો બતાવી જા!

બની ત્હારો અનન્યે આ, રહ્યો દેરાસરી તલ્પે;

જીવાડી જા, રમાડી જા, મલપતી જાન ભાવી જા!

સ્રોત

  • પુસ્તક : ગૂજરાતી ગઝલિસ્તાન (પૃષ્ઠ ક્રમાંક 1913)
  • સંપાદક : સાગર- જગન્નાથ દામોદરરાય ત્રિપાઠી
  • પ્રકાશક : સાગર- જગન્નાથ દામોદરરાય ત્રિપાઠી
  • વર્ષ : 99