રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતું મને ન શોધ ક્યાંય આસપાસમાં...
હું તને મળી શકું તારા જ શ્વાસમાં...
ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે?
સ્વપ્નમાં સાથે હશું કોઈ પ્રવાસમાં...
સૂર્ય જેમ કોઈનામાં હું સવારથી;
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં...
માર્ગમાં કોઈક તો ભૂલું પડ્યું હશે;
નીકળ્યો હશે પછી પવન તપાસમાં...
તું મથામણો કરી ગઝલ લખી તો જો!
હું તને મળી જઈશ કોક પ્રાસમાં...
tun mane na shodh kyanya aspasman
hun tane mali shakun tara ja shwasman
na bhale sathe kadi to kyan pharak paDe?
swapnman sathe hashun koi prwasman
surya jem koinaman hun sawarthi;
andhkar shodhto rahyo ujasman
margman koik to bhulun paDyun hashe;
nikalyo hashe pachhi pawan tapasman
tun mathamno kari gajhal lakhi to jo!
hun tane mali jaish kok prasman
tun mane na shodh kyanya aspasman
hun tane mali shakun tara ja shwasman
na bhale sathe kadi to kyan pharak paDe?
swapnman sathe hashun koi prwasman
surya jem koinaman hun sawarthi;
andhkar shodhto rahyo ujasman
margman koik to bhulun paDyun hashe;
nikalyo hashe pachhi pawan tapasman
tun mathamno kari gajhal lakhi to jo!
hun tane mali jaish kok prasman
સ્રોત
- પુસ્તક : મારી પ્રિય ગઝલ (પૃષ્ઠ ક્રમાંક 20)
- સંપાદક : અઝીઝ ટંકારવી
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2003