રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકેવો હતો વિલાસ, મને કંઈ ખબર નથી;
હું તો હતો ઉદાસ, મને કંઈ ખબર નથી.
આવે છે શી સુવાસ? મને કંઈ ખબર નથી;
અંતર તું ખુદ તપાસ, મને કંઈ ખબર નથી.
કંઈ તું જ હોશમાં છે મને શોધ, ક્યાં રહો -
ભીતર કે આસપાસ? મને કંઈ ખબર નથી.
વસ્તી સમું તો કંઈક હ્રદયમાં જરૂર છે,
કોણે કર્યો નિવાસ? મને કંઈ ખબર નથી.
જીવનમાં માત્ર તું જ હતી એ જ યાદ છે,
રાહત હતી કે ત્રાસ? મને કંઈ ખબર નથી.
તારો કે મારા મુગ્ધ મનની ઘેલછા તણો?
કોનો હતો હું દાસ? મને કંઈ ખબર નથી.
બેચેન એટલો હતો કે ભાન ના હતું,
શેની હતી એ પ્યાસ, મને કંઈ ખબર નથી.
તારા તરફ વળ્યો હતો કે તું જ પ્રેરતી,
કોનો હતો પ્રયાસ? – મને કંઈ ખબર નથી.
દૃષ્ટિ ને આંખ આપને આપી દીધાં હતાં,
સાચું હતું કે ભાસ, મને કંઈ ખબર નથી.
કેવળ હતી યુવાની મને એ જ યાદ છે,
કેવા દિવસ ને માસ! મને કંઈ ખબર નથી.
મંજિલની ધૂનમાં જ સમય એ વહી ગયો,
કેવો રહ્યો પ્રવાસ, મને કંઈ ખબર નથી.
મારા ચમનની મહેક હું ભૂલ્યો નથી ‘અનિલ’
શાની હતી સુવાસ, મને કંઈ ખબર નથી.
kewo hato wilas, mane kani khabar nathi;
hun to hato udas, mane kani khabar nathi
awe chhe shi suwas? mane kani khabar nathi;
antar tun khud tapas, mane kani khabar nathi
kani tun ja hoshman chhe mane shodh, kyan raho
bhitar ke asapas? mane kani khabar nathi
wasti samun to kanik hradayman jarur chhe,
kone karyo niwas? mane kani khabar nathi
jiwanman matr tun ja hati e ja yaad chhe,
rahat hati ke tras? mane kani khabar nathi
taro ke mara mugdh manni ghelchha tano?
kono hato hun das? mane kani khabar nathi
bechen etlo hato ke bhan na hatun,
sheni hati e pyas, mane kani khabar nathi
tara taraph walyo hato ke tun ja prerti,
kono hato prayas? – mane kani khabar nathi
drishti ne aankh aapne aapi didhan hatan,
sachun hatun ke bhas, mane kani khabar nathi
kewal hati yuwani mane e ja yaad chhe,
kewa diwas ne mas! mane kani khabar nathi
manjilni dhunman ja samay e wahi gayo,
kewo rahyo prawas, mane kani khabar nathi
mara chamanni mahek hun bhulyo nathi ‘anil’
shani hati suwas, mane kani khabar nathi

સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 205)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4