kyarek andhkare tahuko kari lidho - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો

kyarek andhkare tahuko kari lidho

શ્યામ સાધુ શ્યામ સાધુ
ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
શ્યામ સાધુ

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો,

ક્યારેક સૂની યાદના દીવા બળી ગયા.

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,

સો વાર પેલા મોરનાં પીંછાં મળી ગયાં.

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે,

કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં.

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો

કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયા.

બારી બહાર શુન્યતા ખડખડ હસી પડી,

ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં.

સ્રોત

  • પુસ્તક : ઘર સામે સરોવર (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સંજુ વાળા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2019
  • આવૃત્તિ : 2