રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકવિતાઓ કરે છે પંખીઓ, તો પણ કવિ ક્યાં છે?
ટહુકાઓની નીચે નામ, સરનામું, સહી ક્યાં છે?
દિશાભૂલ્યા ચરણ, પાછા જવાની તક ગઈ ક્યાં છે?
કે સંધ્યા આથમી રહી છે, પરંતુ આથમી ક્યાં છે?
ઉકેલી એને, રાતા થઈ ગયા છે ફૂલના ચ્હેરા
ને હું ગોત્યા કરું કે એમની ચિઠ્ઠી ગઈ ક્યાં છે?
ઘરે બેસું તો સંભળાયા કરે છે સાદ વગડાનો
ને વગડામાં જઈને થાય, ઘરની ઓસરી ક્યાં છે?
kawitao kare chhe pankhio, to pan kawi kyan chhe?
tahukaoni niche nam, sarnamun, sahi kyan chhe?
dishabhulya charan, pachha jawani tak gai kyan chhe?
ke sandhya athmi rahi chhe, parantu athmi kyan chhe?
ukeli ene, rata thai gaya chhe phulna chhera
ne hun gotya karun ke emni chiththi gai kyan chhe?
ghare besun to sambhlaya kare chhe sad wagDano
ne wagDaman jaine thay, gharni osari kyan chhe?

સ્રોત
- પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : હર્ષદ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1999