mein radiphne ubhi rakhi watman - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેં રદીફને ઊભી રાખી વાટમાં

mein radiphne ubhi rakhi watman

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
મેં રદીફને ઊભી રાખી વાટમાં
ખલીલ ધનતેજવી

મેં રદીફને ઊભી રાખી વાટમાં,

આવવા દે કાફિયાને ઘાટમાં!

હવાના વેશમાં આંધી હતી,

ઓળખાઈ ગઈ હતી સુસવાટમાં!

ના, હું સ્વપ્નામાં નથી બોલ્યો કશું,

નામ તારું દઈ દીધું ગભરાટમાં!

હું મને ભૂતકાળમાં જઈને મળ્યો,

પોઢ્યો’તો બિસ્તર વગરની ખાટમાં!

શાંતિ કે એકાંત જેવું કંઈ નહીં,

મેં ઘણી ગઝલો લખી ઘોંઘાટમાં.

હું ખલીલ અણનમ રહ્યો, બહેક્યો નથી,

છું સુરક્ષિત દાદના તરખાટમાં!

સ્રોત

  • પુસ્તક : મારાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : આદ્યકવિ નરસિંહ મહેતા સાહિત્યનિધિ- જુનાગઢ
  • વર્ષ : 2019