શક્ય છે, રાક્ષસ વિષેની સાચી શંકા નીકળે
shakya chhe, rakshas vishe ni sachi shanka nikale

શક્ય છે, રાક્ષસ વિષેની સાચી શંકા નીકળે
shakya chhe, rakshas vishe ni sachi shanka nikale
મુકુલ ચોક્સી
Mukul Choksi

શક્ય છે, રાક્ષસ વિષેની સાચી શંકા નીકળે
રોજ સાંજે એક-બે ઘેટાંઓ ઓછાં નીકળે
ઝાંઝવાં હાથોમાં આપોઆપ આવી જાય છે
જળ પકડવા જાઉં તો આ હાથ ટૂંકા નીકળે
રંગ મેંદીનો તો સાબુથીય નીકળી જાય છે
શી રીતે દુઃસ્વપ્ન જેવી હસ્તરેખા નીકળે
મૌન સાથેનો ઋણાનુબંધ પણ કેવો હતો?
શબ્દ જીવતા થાય, તો આ કાન બહેરા નીકળે.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑગસ્ટ, ૧૯૭૮ (પૃષ્ઠ ક્રમાંક 8)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ