રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅફવાથી છાપું ભરવાનું ચાલ, નયન એક ચા મંગાવ,
આજ નથી કંઈ પણ બનવાનું ચાલ, નયન એક ચા મંગાવ
એક નદી તરસી હાલતમાં ઉમ્બરલગ આવી શું કામ?
પંચ નથી કોઈ નીમવાનું ચાલ, નયન એક ચા મંગાવ
હાથ સૂરજનો બારીના સળિયા પાછળ કે, સાંજ પડી,
દિનભરના તડકા ભૂલવાનું ચાલ, નયન એક ચા મંગાવ
શહેર છે આખું મૂર્છિત હાલતમાં ગંદી કોઈ નાળીમાં
બોમ્બ ફૂટ્યાવીણ એ ઊઠવાનું ચાલ, નયન એક ચા મંગાવ
આમ સતત પડછાયામાં વહેંચાઈ જવાનો મતલબ બોલ!
કેમ દીવાલોમાં ઊગવાનું? ચાલ, નયન એક ચા મંગાવ
ક્યાંકથી ચડ્ડી-બનિયનધારીઓનું કોઈ ટોળું આવે
તોય નથી પીડા લૂંટવાનું ચાલ, નયન એક ચા મંગાવ.
aphwathi chhapun bharwanun chaal, nayan ek cha mangaw,
aj nathi kani pan banwanun chaal, nayan ek cha mangaw
ek nadi tarsi halatman umbarlag aawi shun kaam?
panch nathi koi nimwanun chaal, nayan ek cha mangaw
hath surajno barina saliya pachhal ke, sanj paDi,
dinabharna taDka bhulwanun chaal, nayan ek cha mangaw
shaher chhe akhun murchhit halatman gandi koi naliman
bomb phutyawin e uthwanun chaal, nayan ek cha mangaw
am satat paDchhayaman wahenchai jawano matlab bol!
kem diwaloman ugwanun? chaal, nayan ek cha mangaw
kyankthi chaDDi baniyandharionun koi tolun aawe
toy nathi piDa luntwanun chaal, nayan ek cha mangaw

સ્રોત
- પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 26)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય પરિષદ, અમદાવાદ
- વર્ષ : 1995