ધીમે ગતિ પકડતો, પંખો ફરી રહ્યો છે
dhime gati pakaDto, pankho phari rahyo chhe
ધીમે ગતિ પકડતો, પંખો ફરી રહ્યો છે,
રોજે પવનને નડતો, પંખો ફરી રહ્યો છે.
પંખાના ભાગ્યમાં બસ ત્રણ પાંખિયાં લખાયાં,
લઈ પાંખિયાં લટકતો, પંખો ફરી રહ્યો છે.
આ શહેરમાં નિરંતર ફરતું રહે બધું પણ,
પંખો કદી ન ફરતો, પંખો ફરી રહ્યો છે.
ક્યારેક થાક લાગે તો પણ કરી શકે શું?
‘ખટ્ ખટ્’ કશું બબડતો, પંખો ફરી રહ્યો છે.
પંખા વિષે વધારે ઇતિહાસ કૈં કહે ના,
ઉલ્લેખ છે અછડતો : ‘પંખો ફરી રહ્યો છે’
dhime gati pakaDto, pankho phari rahyo chhe,
roje pawanne naDto, pankho phari rahyo chhe
pankhana bhagyman bas tran pankhiyan lakhayan,
lai pankhiyan latakto, pankho phari rahyo chhe
a shaherman nirantar pharatun rahe badhun pan,
pankho kadi na pharto, pankho phari rahyo chhe
kyarek thak lage to pan kari shake shun?
‘khat khat’ kashun babaDto, pankho phari rahyo chhe
pankha wishe wadhare itihas kain kahe na,
ullekh chhe achhaDto ha ‘pankho phari rahyo chhe’

સ્રોત
- પુસ્તક : પશ્યંતીની પેલે પાર (પૃષ્ઠ ક્રમાંક 30)
- સર્જક : જાતુષ જોશી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2011