uklatu aaykhun lai avtarela jan chhiye jane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે

uklatu aaykhun lai avtarela jan chhiye jane

બાબુલાલ ચાવડા 'આતુર' બાબુલાલ ચાવડા 'આતુર'
ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે
બાબુલાલ ચાવડા 'આતુર'

ઉકળતું આયખું લઈ અવતરેલા જણ છીએ જાણે!

ચડાવેલું ચૂલા પર કોઈએ આંધણ છીએ જાણે!

નથી આવી શકાયું બ્હાર કોઈ શબ્દની માફક,

અમે વર્ષો જૂની છાતીની રુંધામણ છીએ જાણે!

કદી અમને પૂછીને માર્ગ જે આગળ વધેલા છે,

હવે એના રસ્તાની કોઈ અડચણ છીએ જાણે!

અમારી જીર્ણતા પહેલાં હતી, છે આજે પણ,

જનમથી રંકનું ફાટ્યુંતૂટ્યું પહેરણ છીએ જાણે!

કરે છે સામનો હોવું અમારું રોજ પ્રશ્નોનો,

હોવું જોઈએ જાણે અને તો પણ છીએ જાણે!

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ