shabd nain sanket nain je puchhawun te puchhawun kai ritthi? - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શબ્દ નૈં સંકેત નૈં જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?

shabd nain sanket nain je puchhawun te puchhawun kai ritthi?

અનિલ ચાવડા અનિલ ચાવડા
શબ્દ નૈં સંકેત નૈં જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?
અનિલ ચાવડા

શબ્દ નૈં સંકેત નૈં જે પૂછવું તે પૂછવું કઈ રીતથી?

આંસુ જે ક્યારેય પણ આવ્યું નૈં તે લૂછવું કઈ રીતથી?

તું કહે છે સાવ ભૂલી જા મને ને હું કોશિશ તો કરું,

જળ વડે પથ્થર ઉપરનું કોતરેલું ભૂંસવું કઈ રીતથી?

તું પ્રથમ અમને હવામાં નામ લખવાનું કહે શક્ય છે?

ને ઉપરથી ઘૂંટવાનું પણ કહે તો ઘૂંટવું કઈ રીતથી?

હાથ લંબાવ્યો અને ભોંઠો પડ્યો ને ડાળ પણ શરમાઈ ગઈ,

ખરેલા ફૂલને જો ચૂંટવું તો ચૂંટવું કઈ રીતથી?

હું હવે સંપૂર્ણ તારો થઈ ગયો છું, હું હવેથી હું નથી,

પ્રશ્ન છે કે મને મારી કનેથી ઝૂંટવું કઈ રીતથી?

સ્રોત

  • પુસ્તક : સવાર લઈને (પૃષ્ઠ ક્રમાંક 54)
  • સર્જક : અનિલ ચાવડા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2012