રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસજળ આકાશને વાદળવટો આપી નથી શકતો
તમારા નામને કાગળવટો આપી નથી શકતો
સવારે સૂર્ય માફક હુંય ધગધગ થાઉં છું તોયે
પ્રભાતી પુષ્પને ઝાકળવટો આપી નથી શકતો
મહાવૃક્ષો પડ્યાં ઝઘડી ને વનમાં ઝાળ લાગી ગઈ
બળે છે ઘાસ – દાવાનળવટો આપી નથી શકતો
બધું પસવારવું, બહેલાવવું, સમજાવવું ફોગટ
તરસના ઝુંડને મૃગજળવટો આપી નથી શકતો
તને આપી શકું એવું કશું બાકી બચ્યું છે ક્યાં?
છતાં એ વાતને અટકળવટો આપી નથી શકતો
sajal akashne wadalawto aapi nathi shakto
tamara namne kagalawto aapi nathi shakto
saware surya maphak hunya dhagdhag thaun chhun toye
prabhati pushpne jhakalawto aapi nathi shakto
mahawriksho paDyan jhaghDi ne wanman jhaal lagi gai
bale chhe ghas – dawanalawto aapi nathi shakto
badhun paswarawun, bahelawawun, samjawawun phogat
tarasna jhunDne mrigajalawto aapi nathi shakto
tane aapi shakun ewun kashun baki bachyun chhe kyan?
chhatan e watne atakalawto aapi nathi shakto

સ્રોત
- પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 47)
- સર્જક : ડૉ. નીરજ મહેતા
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2014