aam juo to maaNasnun man jaaniivaaliipiinaaraa - Ghazals | RekhtaGujarati

આમ જુઓ તો માણસનું મન જાનીવાલીપીનાલા

aam juo to maaNasnun man jaaniivaaliipiinaaraa

ભરત ભટ્ટ 'પવન' ભરત ભટ્ટ 'પવન'
આમ જુઓ તો માણસનું મન જાનીવાલીપીનાલા
ભરત ભટ્ટ 'પવન'

આમ જુઓ તો માણસનું મન જાનીવાલીપીનાલા,

આમ જુઓ તો આખું જીવન જાનીવાલીપીનાલા.

વાદળ, વૃક્ષો, પંખી, કીટક ને રંગબેરંગી દુનિયા,

રંગબેરંગી સઘળાં સર્જન જાનીવાલીપીનાલા.

જોવાની ઘટના ક્યાં છે! તોપણ રંગો દેખાશે,

ધડકન-બડકન, સ્પંદન-બંદન જાનીવાલીપીનાલા.

આમ જુઓ તો રાધા ગોરી, આમ કનૈયો કાળો, પણ :

સાથે હો જ્યાં રાધા-મોહન જાનીવાલીપીનાલા.

બાગ-બગીચા, ફૂલો , ગજરા ને બારીના પડદાઓ;

એક 'પવન'નાં વિધવિધ વાહન જાનીવાલીપીનાલા.

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ