રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆ રૂપ અને રંગનાં વહાલ મેલ, મન!
જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ, મન!
જો રંગની જ હોય મઝા તો બીજા નથી?
હોરી ગઇ વીતી હવે ગુલાલ મેલ, મન!
સાગર સમા થવું છ કિન્તુ ખાર લાધશે,
મોટા થઈ જવાની આ ધમાલ મેલ, મન!
ઉજ્જડ જીવનની રાત, સફરનો ન ધ્રુવ કો,
તું દૂરદર્શિતાની આ મશાલ મેલ, મન!
પામે ન ફૂલ ડાળનોય આશરો સદા,
આલંબને જીવી જવાનો ખ્યાલ મેલ, મન!
પાછળ ગયું શું? ને શું આવશે હવે પછી!
તું ચાલ, વ્યર્થના બધા સવાલ મેલ, મન!
જોયું જશે કદીક સ્વપ્ન જો મળે મધુર,
જાગ્યા પછી હવે શું? આશ હાલ મેલ, મન!
aa roop ane rangnan wahal mel, man!
joyun ghanun joya tana khayal mel, man!
jo rangni ja hoy majha to bija nathi?
hori gai witi hwe gulal mel, man!
sagar sama thawun chh kintu khaar ladhshe,
mota thai jawani aa dhamal mel, man!
ujjaD jiwanni raat, sapharno na dhruw ko,
tun durdarshitani aa mashal mel, man!
pame na phool Dalnoy ashro sada,
alambne jiwi jawano khyal mel, man!
pachhal gayun shun? ne shun awshe hwe pachhi!
tun chaal, wyarthna badha sawal mel, man!
joyun jashe kadik swapn jo male madhur,
jagya pachhi hwe shun? aash haal mel, man!
aa roop ane rangnan wahal mel, man!
joyun ghanun joya tana khayal mel, man!
jo rangni ja hoy majha to bija nathi?
hori gai witi hwe gulal mel, man!
sagar sama thawun chh kintu khaar ladhshe,
mota thai jawani aa dhamal mel, man!
ujjaD jiwanni raat, sapharno na dhruw ko,
tun durdarshitani aa mashal mel, man!
pame na phool Dalnoy ashro sada,
alambne jiwi jawano khyal mel, man!
pachhal gayun shun? ne shun awshe hwe pachhi!
tun chaal, wyarthna badha sawal mel, man!
joyun jashe kadik swapn jo male madhur,
jagya pachhi hwe shun? aash haal mel, man!
સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 259)
- સંપાદક : હરીન્દ્ર દવે
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
- વર્ષ : 2002
- આવૃત્તિ : 4