રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહા! શા આજ વર્ષાવે સ્વરો આત્મા પરે આશા!
બળેલો આર્ત એ શો એ સ્વરસ્નાને કરે આશા!
અરે! શું આવશે ત્યારે ફરીશું સાથ એવો દિન,
કદાપિ સ્નેહને સ્વર્ગે? કહે શૂં ખરે? આશા!
અને શું રૂઝશે આખર ઝખમ એ શુદ્ધ હૈયાનો,
અને એ ચાલશે સાથે? દયા કેવી કરે, આશા!
નહીં પરવા જરા અમને, કશી એ વસ્તુ ઐહિકની;
કરે સંતોષ જો તેને મને તો ઉદ્ધરે આશા!
નિહાળું હા! ભવિષ્યે જો ઘડી પણ નેત્રરસ જૂનો,
સખાનો સૌમ્ય, હૈયું તો સુખે ભવમાં તરે, આશા!
મને મીઠી રહી આસ્થા સદા તવ ગાનમાં, દેવી!
સ્વરો એ દિવ્ય જીવનને ભરે ને સાંભરે, આશા!
aha! sha aaj warshawe swro aatma pare asha!
balelo aart e sho e swrasnane kare asha!
are! shun awshe tyare pharishun sath ewo din,
kadapi snehne swarge? kahe shoon khare? asha!
ane shun rujhshe akhar jhakham e shuddh haiyano,
ane e chalshe sathe? daya kewi kare, asha!
nahin parwa jara amne, kashi e wastu aihikni;
kare santosh jo tene mane to uddhre asha!
nihalun ha! bhawishye jo ghaDi pan netrras juno,
sakhano saumya, haiyun to sukhe bhawman tare, asha!
mane mithi rahi astha sada taw ganman, dewi!
swro e diwya jiwanne bhare ne sambhre, asha!

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 73)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942