koi jarjar pulni diwal phaDine ugela piplanun pan chhun - Ghazals | RekhtaGujarati

કોઈ જર્જર પુલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું

koi jarjar pulni diwal phaDine ugela piplanun pan chhun

નીરજ મહેતા નીરજ મહેતા
કોઈ જર્જર પુલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું
નીરજ મહેતા

કોઈ જર્જર પુલની દીવાલ ફાડીને ઊગેલા પીપળાનું પાન છું

કોઈ વાહન આવતાં શોષે ધ્રૂજારી મૂળ જે એનું અનુસંધાન છું

છું કથા સેવાથી આનંદિત ઋષિની ષોડશીને મંત્રનું વરદાન છું

છું કુતૂહલ સૂર્યને આમંત્રવાનું, વિશ્વપોષક અર્કનું ઓધાન છું

તરફ કોઈ કરે પૂજા કરે અર્ચન કરે છે કોઈ સજદો તરફ

તરફ ગૂગળમાં ગચકાંબોળ છું ને તરફથી હૂબહૂ લોબાન છું

આમથી શીખો કશું જૂદું મળશે આમથી જો શીખસો તોયે અલગ

આમ વ્યવહારો મળ્યા છે પાશવી ને આમ આખું સંસ્કૃતિસંસ્થાન છું

ના, નથી ભીતર કશું નક્કર એનો અર્થ એનો કાઢ, છું ફુગ્ગા સમા

ના, નથી તલવાર જેવો તીક્ષ્ણ કિંતુ તીક્ષ્ણતાને સાચવે મ્યાન છુ

હું સારા ને નઠારા કેટલા ટુકડા મળી બનતી કોઈ જિગ્સૉ-પઝલ

હું રેશમથી વધુ રમણીય છું ને હું મેલું ફાટલું કંતાન છું

સ્રોત

  • પુસ્તક : ગરાસ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સર્જક : ડૉ. નીરજ મહેતા
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2014