sankDa gharmanthi sonsarwo jashe - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંકડા ઘરમાંથી સોંસરવો જશે

sankDa gharmanthi sonsarwo jashe

ચિનુ મોદી ચિનુ મોદી
સાંકડા ઘરમાંથી સોંસરવો જશે
ચિનુ મોદી

સાંકડા ઘરમાંથી સોંસરવો જશે

એક માણસ આંખ સામે છૂ થશે.

તું કશું ત્યારે કરી શકશે નહીં

તેલ છે ને એક દીવો બૂઝશે.

આંખ બન્ને માત્ર શ્રદ્ધાથી ખૂલી

છે હજી મનમાઃ નક્કી આવશે.

સ્વર્ગના રસ્તે જવામાં એક ડર

મોત નામે દોસ્ત! સ્ટેશન આવશે.

‘આટલા વરસાદમાં રોકાઈ જા’

આટલું તું ક્હૈશ તો પણ ચાલશે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 146)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012