રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોસૂની પડેલી સાંજને આવી સજાવ તું,
ખાલી થયેલી વાવમાં પાણી નખાવ તું.
જો શક્ય હો તો આંખની સામે જ આવ તું,
શાને કરે છે આંખમાંથી આવજાવ તું?
હું પણ હજુયે યાદ છું એ વાત કર કબૂલ,
નહિતર આ મારી વાતને ખોટી પડાવ તું!
પ્રત્યેક પળને સાચવી હંકારવા છતાં,
હોડી અમારી જ્યાં ડૂબેલી એ તળાવ તું,
આ એ જ સપનું જે મને રાતે જગાડતું
કંઈ પણ કરીને આજ તો પાછું વળાવ તું.
suni paDeli sanjne aawi sajaw tun,
khali thayeli wawman pani nakhaw tun
jo shakya ho to ankhni same ja aaw tun,
shane kare chhe ankhmanthi awjaw tun?
hun pan hajuye yaad chhun e wat kar kabul,
nahitar aa mari watne khoti paDaw tun!
pratyek palne sachwi hankarwa chhatan,
hoDi amari jyan Dubeli e talaw tun,
a e ja sapanun je mane rate jagaDatun
kani pan karine aaj to pachhun walaw tun
suni paDeli sanjne aawi sajaw tun,
khali thayeli wawman pani nakhaw tun
jo shakya ho to ankhni same ja aaw tun,
shane kare chhe ankhmanthi awjaw tun?
hun pan hajuye yaad chhun e wat kar kabul,
nahitar aa mari watne khoti paDaw tun!
pratyek palne sachwi hankarwa chhatan,
hoDi amari jyan Dubeli e talaw tun,
a e ja sapanun je mane rate jagaDatun
kani pan karine aaj to pachhun walaw tun
સ્રોત
- પુસ્તક : ગઝલપૂર્વક (પૃષ્ઠ ક્રમાંક 42)
- સર્જક : અંકિત ત્રિવેદી
- પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
- વર્ષ : 2007