રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોકલ્પનાની રાતભર ઝાંખી હતી
એક ઘટના જન્મવી બાકી હતી
ત્યાં તમે આવી વસ્યા સંયોગવશ
અર્થ માટે જ્યાં જગા રાખી હતી
વાત કહેવાની ઘણી રીતો હતી
પણ ગઝલ પાસે બધી ઝાંખી હતી
ભૂંસવાનું ક્યાં શીખ્યો છું હું કદી!
મેં લીટી, મારી, અલગ આંકી હતી
સાંધવામાં વ્યર્થ એ વીતી ગઈ
જિંદગી આભાસમય આખી હતી
કૂકડો બોલ્યો અને આંખો ઢળી
આમ તો એ સાંજની થાકી હતી
kalpnani ratbhar jhankhi hati
ek ghatna janmwi baki hati
tyan tame aawi wasya sanyogwash
arth mate jyan jaga rakhi hati
wat kahewani ghani rito hati
pan gajhal pase badhi jhankhi hati
bhunswanun kyan shikhyo chhun hun kadi!
mein liti, mari, alag aanki hati
sandhwaman wyarth e witi gai
jindgi abhasmay aakhi hati
kukDo bolyo ane ankho Dhali
am to e sanjni thaki hati
kalpnani ratbhar jhankhi hati
ek ghatna janmwi baki hati
tyan tame aawi wasya sanyogwash
arth mate jyan jaga rakhi hati
wat kahewani ghani rito hati
pan gajhal pase badhi jhankhi hati
bhunswanun kyan shikhyo chhun hun kadi!
mein liti, mari, alag aanki hati
sandhwaman wyarth e witi gai
jindgi abhasmay aakhi hati
kukDo bolyo ane ankho Dhali
am to e sanjni thaki hati
સ્રોત
- પુસ્તક : ઉઘાડી બારી (પૃષ્ઠ ક્રમાંક 29)
- સર્જક : જિતુ ત્રિવેદી
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1993