sanj paDta sambhre te awasrona sam tane - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને

sanj paDta sambhre te awasrona sam tane

આકાશ ઠક્કર આકાશ ઠક્કર
સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને
આકાશ ઠક્કર

સાંજ પડતા સાંભરે તે અવસરોના સમ તને

આવ પાછી, આપણી ઉંમરોના સમ તને.

ઉંમરો અટકી પડી છે ત્યાં પાછી આવજે

વય વગર નાહક વધેલાં અંતરોના સમ તને.

આવ તું પલળી જવા મનભરી લીલાશમાં

શાંત શીતળ આગ ઝરતી ઝરમરોના સમ તને.

અષ્ટમીની ચાંદનીમાં કર ફરી એવાં મિલન

જોઈને ડોલી જશે તે ડુંગરોના સમ તને.

પાડ સાચા તેં કરેલા વાયદા ‘આકાશ’ને

શબ્દથી છૂટા પડેલા અક્ષરોના સમ તને.

સ્રોત

  • પુસ્તક : વિસંવાદી સફર (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : આકાશ ઠક્કર
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2007