રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોનિગાહ તુજની, અરે! બદમસ્તીમાં હુશિયાર કેવી છે?
અમારું દિલ ચુરાવાને, કહો! તૈયાર કેવી છે?
અદાથી ફેરવી ખંજર ગળા પર, તું પછી કહેતી;
શહીદે નાઝ! બતલાવો કે આમાં ધાર કેવી છે?
જિગર તૂટ્યું રવાના ફાટ્યું જઈને દિલમહીં લાગી;
ગજબનો ઘા કરે ચંચલ, નિગાહે યાર કેવી છે?
ઝબહ કરતી અમોને તું, હસીને પૂછતી પણ તું;
જરા દિલબર! બતાવોને અહા! તલવાર કેવી છે!
nigah tujni, are! badmastiman hushiyar kewi chhe?
amarun dil churawane, kaho! taiyar kewi chhe?
adathi pherwi khanjar gala par, tun pachhi kaheti;
shahide najh! batlawo ke aman dhaar kewi chhe?
jigar tutyun rawana phatyun jaine dilamhin lagi;
gajabno gha kare chanchal, nigahe yar kewi chhe?
jhabah karti amone tun, hasine puchhti pan tun;
jara dilbar! batawone aha! talwar kewi chhe!

સ્રોત
- પુસ્તક : ગુજરાતની ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 72)
- સંપાદક : દી.બ. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી
- પ્રકાશક : સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
- વર્ષ : 1942